આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોનની વ્યાખ્યા લખો.
$189$ દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ $125$ અને $64$ દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર $......$હશે.
બે ડ્યુટેરોન ન્યુક્લિયસ જોડાઈને હિલિયમની રચના કરે ત્યારે ઊર્જા મુક્ત થાય છે, કારણ કે હિલિયમ ન્યુક્લિયસનું દળ .....
ન્યુક્લિયસનો સામાન્ય પરિચય આપો.
લિથિયમના બે સ્થાયી સમસ્થાનિકો ${}_3^6Li$ અને ${}_3^7Li$ નું પ્રમાણ (જથ્થો) અનુક્રમે $7.5\ %$ અને $92.5\ %$ છે. તેમના દળો અનુક્રમે $6.01512\,u$ અને $7.01600\,u$ છે. લિથિયમનું પરમાણુ દળ શોધો.
$(b)$ બોરોનને બે સ્થાયી સમસ્થાનિકો ${}_5^{10}B$ અને ${}_5^{11}B$ છે. તેમનાં દળ અનુક્રમે $10,01294 1\,u$ અને $11.00931 1 \,u$ છે અને બોરોનનું પરમાણુદળ $10.811 \,u$ છે. ${}_5^{10}B$ અને ${}_5^{11}B$ નું સાપેક્ષ પ્રમાણ શોધો.
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 fm$ હોય, તો ${}_{}^{64}Cu$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?